ન્યાયાધીશો 3:19 - પવિત્ર બાઈબલ19 પણ તે પોતે ગિલ્ગાલની મૂર્તિઓ પાસે રાજા આગળ પાછો ફર્યો અને કહ્યું, “હે રાજા, માંરે આપને એક ખાનગી સંદેશો આપવાનો છે.” રાજાએ તેને ચૂપ રહેવાનો હુકમ કર્યો અને પોતાના બધા સેવકોને રાજાએ બહાર મોકલી દીધા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પણ પોતે ગિલ્ગાલ પાસેની ખીણોથી પાછો વળ્યો, ને તેણે કહ્યું, “હે રાજા, મારે તને એક ગુપ્ત વાત કહેવી છે.” હજુરિયા તેની પાસેથી જતા રહ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 પણ એહૂદ પોતે તો ગિલ્ગાલમાં પથ્થરોમાં કંડારેલી મૂર્તિઓના સ્થળેથી એગ્લોન પાસે પાછો ફર્યો. તેણે તેને કહ્યું, “મહારાજા, મારે તમને એક ગુપ્ત સંદેશ કહેવો છે.” તેથી રાજાએ તેની તહેનાતમાં સેવા કરનારા સૌને કહ્યું, “અમને એકાંત આપો.” તેથી તેઓ સૌ બહાર ચાલ્યા ગયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તે પોતે જયારે ગિલ્ગાલની નજીક ખીણોની જગ્યાએથી પાછો વળ્યો ત્યારે તેણે કહ્યું, “મારા રાજા, તારા માટે એક અંગત સંદેશ છે.” એગ્લોને કહ્યું, “ચૂપ રહે!” તેના સર્વ નોકરો ઓરડામાંથી બહાર ગયા. Viz kapitola |