ન્યાયાધીશો 1:16 - પવિત્ર બાઈબલ16 કેની જાતિના લોકોએ જેઓ મૂસાના સસરાના કુટુંબના હતાં, ખજૂરીના શહેરમાં આવેલા પોતાના ઘરો છોડી દીધાં. તેઓ યહૂદાના લોકોની સાથે યહૂદાના વગડામાં અરાદની દક્ષિણે આવેલા નેગેબમાં ગયાં, કનાનીઓ ત્યાં જઈને યહૂદાના લોકો સાથે વસ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 કેનીઓ એટલે મોશેના સસરાના વંશજો ખજૂરીઓના નગર યરીખોમાંથી યહૂદાના લોકો સાથે અરાદની દક્ષિણ તરફ આવેલા યહૂદિયાના વેરાનપ્રદેશમાં ગયા અને ત્યાંના લોકો સાથે વસ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 મૂસાના સાળા કેનીના વંશજો, યહૂદાના લોકો સાથે ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના અરણ્યમાં જે નેગેબમાં છે, અરાદ નજીક જઈને યહૂદાના લોકો સાથે રહેવા માટે ગયા. Viz kapitola |