યાકૂબનો પત્ર 5:12 - પવિત્ર બાઈબલ12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 પણ મારા ભાઈઓ, વિશેષ કરીને તમે સમ ન ખાઓ, આકાશના નહિ કે પૃથ્વીના નહિ તેમ જ બીજા કોઈના સમ ન ખાઓ, પણ તમને સજા ન થાય, માટે તમારી “હા” તે સાફ “હા” અને “ના” તે સાફ “ના” થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 મારા ભાઈઓ, વિશેષે કરીને તમે વચન આપો ત્યારે સોગંદ ખાશો નહિ. આકાશના, પૃથ્વીના કે બીજા કોઈના સોગંદ ખાવા નહિ. જ્યારે તમારે “હા” કહેવું છે ત્યારે “હા” જ કહો અને જ્યારે “ના” પાડવી છે ત્યારે “ના” જ કહો; એ માટે કે તમને દોષિત ઠરાવવામાં ન આવે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય. Viz kapitola |