Online Bible

- Reklamy -




યાકૂબનો પત્ર 4:11 - પવિત્ર બાઈબલ

11 ભાઈઓ અને બહેનો, એકબીજાની વિરૂદ્ધ કશું જ બોલશો નહિ. જો તમે ખ્રિસ્તમાં તમારા ભાઈની ટીકા કરો કે તેનો ન્યાય કરો તો તમે જે નિયમશાસ્ત્રને અનુસરી રહ્યા છો તેની ટીકા કરો છો. જ્યારે ખ્રિસ્તમાં ભાઈઓનો તમે ન્યાય કરો છો ત્યારે હકીકતમાં તે જે નિયમશાસ્ત્રને અનુસરે છે, તેનો તમે ન્યાય કરો છો અને જ્યારે તમે નીતિશાસ્ત્રની મૂલવણી કરવા જાઓ ત્યારે તમે તેના શિષ્યો નથી. તમે પોતે જ તેના ન્યાયાધીશ બની જાઓ છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ઓ ભાઈઓ, તમે એકબીજાનું ભુંડું ન બોલો, જે પોતાના ભાઈનું ભૂંડું બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિ ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે. અને જો તું નિયમનો ન્યાય કરે છે તો તું નિયમનો પાળનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 મારા ભાઈઓ, એકબીજાની નિંદા ન કરો. જો કોઈ પોતાના ભાઈની નિંદા કરે કે ન્યાય કરે તો તે નિયમશાસ્ત્રની નિંદા અને ન્યાય કરે છે. જો તમે નિયમશાસ્ત્રનો ન્યાય કરો તો પછી તમે નિયમનું પાલન કરનારા નહિ, પણ તેના ન્યાયાધીશ બનો છો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઓ ભાઈઓ અને બહેનો, તમે એકબીજાની નિંદા કરો નહીં; જે પોતાના ભાઈની નિંદા કરે છે અને પોતાના ભાઈને દોષિત ઠરાવે છે તે નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; અને જો તું નિયમશાસ્ત્રનો ન્યાય કરે છે; તો તું નિયમશાસ્ત્રનો અમલ કરનાર નહીં પણ તેનો ન્યાય કરનાર છે.

Viz kapitola kopírovat




યાકૂબનો પત્ર 4:11

Následuj nás:

Reklamy


Reklamy