યશાયા 62:4 - પવિત્ર બાઈબલ4 પછી તને કોઇ “ત્યકતા” નહિ કહે, તારી ભૂમિને કોઇ “વેરાન” નહિ કહે. પણ તને સૌ “યહોવાની પ્રિયતમા” કહેશે, અને તારી ભૂમિ “વિવાહિત” કહેવાશે, કારણ, યહોવા તારા ઉપર પ્રેમ રાખે છે અને તારી ભૂમિનો તે માલિક થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 તું ફરીથી ‘અઝુબા’ ચત્યક્તધૃકહેવાશે નહિ, તેમ જ તારો દેશ ‘શમામા’ ચવેરાનૃકહેવાશે નહિ; પણ તું ‘હેફસીબા’ ચમારો આનંદૃકહેવાશે અને તારો દેશ ‘બેઉલા’ ચપરિણીતધૃકહેવાશે. કારણ, પ્રભુ તારા પર પ્રસન્ન છે, અને તારા દેશને માટે તે પતિ જેવા બની રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે. Viz kapitola |