યશાયા 58:2 - પવિત્ર બાઈબલ2 રોજ રોજ તેઓ મારી ઉપાસના કરવા આવે છે, તેઓ કહે છે કે, તેમને મારા માર્ગો જાણવાનું ગમે છે, જો કે તેઓ ન્યાયનું આચરણ કરનારી પ્રજા છે અને જેમણે પોતાના દેવના શાસનનો અંત લાવ્યો નથી. તેઓએ મારી પાસે ન્યાયની અને સત્યની માગણી કરી અને તેઓ દેવની નજીક રહેવા માગે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તોપણ તેઓ જાણે ન્યાયીપણું કરનારી પ્રજા હોય, ને પોતાના ઈશ્વરના ન્યાય ચૂકાદાને તજનારા ન હોય તે પ્રમાણે, તેઓ રોજ રોજ મને શોધે છે, ને મારા માર્ગોને જાણવા ચાહે છે. તેઓ મારી પાસે ધર્મના વિધિઓ માગે છે, તેઓ ઈશ્વરની પાસે આવવાને ચાહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 છતાં પોતે જાણે સદાચારી પ્રજા હોય અને મારા આદેશની અવજ્ઞા કરનાર ન હોય તેમ તેઓ દિનપ્રતિદિન મારી ઝંખના કરે છે અને તેમને મારા માર્ગો જાણવા છે. વળી, તેઓ મારી પાસે ધર્મવિધિઓ માગે છે અને એમ મારી પાસે આવવા ચાહે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 જેમ તેઓ ન્યાયીપણું કરનારી પ્રજા હોય અને તેઓના ઈશ્વરના નિયમને તજનાર ન હોય તે પ્રમાણે, તેઓ રોજ મને શોધે છે અને મારા માર્ગોના ડહાપણમાં આનંદ કરે છે. તેઓ મારી પાસે ન્યાયી ચુકાદા માગે છે; ઈશ્વર તેઓની પાસે આવે છે તેમાં તેઓ આનંદ માણે છે. Viz kapitola |