યશાયા 57:8 - પવિત્ર બાઈબલ8 તમારા ઘરના મુખ્ય બારણા અને બારસાખ પાછળ તમે તમારી મૂર્તિઓ ગોઠવી છે. તમે મારો ત્યાગ કર્યો છે. હે મારી પ્રજા, તું તો વારાંગના જેવી છે! મને છોડીને તારી પહોળી પથારી પર નવસ્ત્રી થઇને સૂતી છે, અને તું મનપસંદ માણસો સાથે સોદા કરી તારી કામવાસના સંતોષે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અને કમાડ તથા ચોકઠાંની પછવાડે તેં તારું સ્મારક મૂક્યું; કેમ કે મારાથી દૂર થઈને તું પોતાની [કાયા] ઉઘાડી કરીને ઉપર ચઢી ગઈ. તેં તારું બિછાનું જ્યાં જોયું ત્યાં તેને ચાહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 બારણાં અને તેની બારસાખોની પાછળ જ તેં તારી આરાધ્ય દેવમૂર્તિઓ સ્થાપી છે. તેં મારો ત્યાગ કર્યો છે અને તું નવસ્ત્રી થઈને ત્યાં ચડી ગઈ. તેં એ શૈયાને પહોળી પાથરી છે. તને જેમનું શૈયાગમન ગમે છે તેમની સાથે તેં તારી જાતનો સોદો કર્યો છે અને તું તેમની નગ્નતામાં રાચે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે. Viz kapitola |