યશાયા 10:13 - પવિત્ર બાઈબલ13 આશ્શૂરનો રાજા કહે છે, “મારા પોતાના બાહુબળથી અને ડહાપણથી મેં આ કર્યુ છે; હું કેટલો ચતુર છું? રાષ્ટ્રોની સરહદોને મેં હઠાવી દીધી છે. તેમના ભંડારો લૂંટયા છે, અને આખલાની જેમ તેમના રાજાઓને પગ નીચે કચડ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે તેણે કહ્યું છે, ‘ [આ બધું] મારા બાહુબળથી, ને મારી બુદ્ધિથી મેં કર્યું છે; કેમ કે હું ચતુર છું. મેં લોકોની સીમા ખસેડી છે, તેઓના ભંડારોને લૂંટયા છે, અને શૂરવીરની જેમ [તખ્તો પર] બેસનારાને નીચે પાડયા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે તે કહે છે, “મારા બળથી અને મારી બુદ્ધિથી મેં આ કર્યુ છે; કેમ કે મને સમજ છે, મેં લોકોની સરહદોને ખસેડી છે. મેં તેઓનો ખજાનો ચોર્યો છે, અને શૂરવીરની જેમ સિંહાસન પર બેસનારને નીચે પાડ્યા છે. Viz kapitola |