હિબ્રૂઓ 9:10 - પવિત્ર બાઈબલ10 આ રીવાજો ફક્ત, ભોજન, પાણી અને વિવિધ પ્રકારની સ્નાનક્રિયાનો શિષ્ટાચાર, બાહ્ય વિધિઓ હતી અને જ્યાં સુધી નવો માર્ગ આવે ત્યાં સુધી તેનું પાલન કરવાનો હેતુ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓ ખોરાક, પેયાપર્ણો તથા વિવિધ પ્રકારના સ્નાન સાથે માત્ર શારીરિક વિધિઓ હતા, તેઓ સુધારાનો સમય આવતાં સુધી જ ચલાવવાને ઠરાવેલા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમનો સંબંધ ફક્ત ખોરાક, પીણાં અને જુદા જુદા પ્રકારના શુદ્ધિકરણના રીતરિવાજો સાથે જ છે. ઈશ્વર નવી વ્યવસ્થાની સ્થાપના કરે ત્યાં સુધી જ આ સર્વ બાહ્ય નિયમો લાગુ પડતા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓ, ખાવા, પીવા તથા અનેક પ્રકારની સ્નાનક્રિયા સાથે કેવળ શારીરિક વિધિઓ જ હતા, તે સુધારાનો યુગ આવવાના સમય સુધી જ ચાલવાના હતા. Viz kapitola |