હિબ્રૂઓ 5:1 - પવિત્ર બાઈબલ1 પ્રત્યેક પ્રમુખ યાજકની પસંદગી મનુષ્યમાંથી થાય છે. યહૂદી પ્રમુખ એક સાધારણ માણસ છે જે દેવ સંબંધીની બાબતોમાં લોકો વતી દેવ સમક્ષ આવવા લોકોનું પ્રતિનિધિત્વ કરવા માટે નિયુક્ત થાય છે. તેથી લોકોએ અર્પણ કેરેલ ભેટો દેવ સમક્ષ ધરે છે અને તેઓના પાપને માટે તે દેવને બલિદાનો અર્પણ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 કેમ કે દરેક પ્રમુખયાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને માટે નીમેલો છે, જેથી તે પાપોને માટે અર્પણો તથા બલિદાનો આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 દરેક પ્રમુખ યજ્ઞકાર માણસોમાંથી પસંદ કરવામાં આવે છે અને તેમના પ્રતિનિધિ તરીકે ઈશ્વરની સેવા કરવા, તેમજ અર્પણો તથા પાપોને માટે બલિદાનો ચઢાવવા તેને નીમવામાં આવે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 કેમ કે દરેક પ્રમુખ યાજક માણસોમાંથી પસંદ કરેલો હોવાને લીધે ઈશ્વર સંબંધીની બાબતોમાં માણસોને સારું નીમેલો છે, એ માટે કે તે પાપોને સારુ અર્પણો તથા બલિદાન આપે; Viz kapitola |