ઉત્પત્તિ 6:2 - પવિત્ર બાઈબલ2-4 અને આ સ્ત્રીઓએ બાળકોને જન્મ આપ્યા. તે સમય દરમ્યાન અને તે પછી પણ પૃથ્વી પર નેફિલિમ વસતા હતા. તેઓ દેવના પુત્રો અને માંનવોની પુત્રીઓના જાતિય સંબંધથી જન્મ્યા હતા. તેઓ પ્રાચીનકાળના વિખ્યાત પુરુષો હતા. ત્યારે યહોવાએ કહ્યું, “માંરા આત્માંને હું કાયમ માંટે મનુષ્યો દ્વારા દુ:ખી નહિ થવા દઉં, કારણકે તેઓ આખરે તો મનુષ્યો જ છે. તેઓનું આયુષ્ય 120 વર્ષનું થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ઈશ્વરના દિકરાઓએ માણસોની દીકરીઓ જોઈ કે, તેઓ સુંદર છે. અને જે સર્વને તેઓએ પસંદ કરી તેઓમાંથી તેઓએ પત્નીઓ કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 ત્યારે ઈશ્વરના પુત્રોએ જોયું કે માણસોની પુત્રીઓ સુંદર છે. તેથી તેમણે પોતાને મનપસંદ કન્યાઓ સાથે લગ્ન કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ઈશ્વરના દીકરાઓએ જોયું કે માણસોની દીકરીઓ મનમોહક છે. તેઓમાંથી તેઓએ પોતાને માટે તેમને પત્નીઓ તરીકે પસંદ કરી. Viz kapitola |