ઉત્પત્તિ 47:15 - પવિત્ર બાઈબલ15 પછી મિસર અને કનાન દેશમાં નાણું ખૂટયું. બધા મિસરવાસીઓ યૂસફ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, “અમને અનાજ આપો. આપની રૂબરૂમાં અમાંરે શા માંટે મરી જવું? હવે અમાંરી પાસે નાણું તો રહ્યું નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને મિસર દેશમાં તથા કનાન દેશમાં પૈસા ખૂટયા, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપો. અમે તમારી સામે શા માટે મરી જઈએ? કેમ કે પૈસા થઈ રહ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 ઇજિપ્ત અને કનાન દેશના લોકો પાસે બધા પૈસા વપરાઈ ગયા ત્યારે ઇજિપ્તના બધા રહેવાસીઓએ યોસેફ પાસે આવીને કહ્યું, “અમે તમારી નજર આગળ માર્યા જઈએ એવું તમે ઇચ્છતા ન હો તો અમને અનાજ આપો. કારણ, અમારી પાસે હવે પૈસા તો રહ્યા જ નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે મિસર દેશમાં તથા કનાન દેશમાં નાણાંની અછત થઈ, ત્યારે સર્વ મિસરીઓ યૂસફની પાસે આવીને બોલ્યા, “અમને ખાવાનું આપ! શા માટે અમે તારી આગળ મરીએ? અમારી પાસે હવે નાણાં રહ્યાં નથી.” Viz kapitola |