ઉત્પત્તિ 46:34 - પવિત્ર બાઈબલ34 ત્યારે તમે કહેજો કે, ‘તમાંરા સેવકોનો, એટલે અમાંરો તથા અમાંરા પિતૃઓનો ધંધો નાનપણથી આજપર્યંત ઢોર ઉછેરનો છે;’ કે, જેને કારણે તમે ગોશેન પ્રાંતમાં રહી શકશો. કારણ કે ભરવાડ માંત્રને મિસરીઓ નફરત કરે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું કે, ‘તમારા દાસોનો, એટલે અમારો તથા અમારા બાપદાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાળવઅનો છે.’ જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે; કેમ કે ભરવાડમાત્રને મિસરીઓ ધિકકારે છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 ત્યારે તમે કહેજો કે, ‘તમારા દાસોનો એટલે અમારો તેમ જ અમારા પૂર્વજોનો ધંધો ઢોર પાળવાનો છે; નાનપણથી અત્યાર સુધી અમે એ જ ધંધો કરીએ છીએ.’ એમ તમને ગોશેન દેશમાં વસવાની પરવાનગી મળશે. કારણ, ઇજિપ્તીઓ પશુપાલકમાત્રને ધિક્કારે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ત્યારે તમારે આ પ્રમાણે કહેવું, ‘તારા ચાકરોનો એટલે અમારો તથા અમારા પિતૃઓનો વ્યવસાય નાનપણથી તે અત્યાર સુધી જાનવરો પાળવાનો છે.’ આ પ્રમાણે કહેશો એટલે તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળશે. કેમ કે મિસરીઓ ભરવાડોને ધિક્કારે છે.” Viz kapitola |