ઉત્પત્તિ 44:8 - પવિત્ર બાઈબલ8 જરા જુઓ તો ખરા, જે પૈસા અમને અમાંરી ગૂણોના મોઢા આગળથી મળ્યા તે અમે છેક કનાન દેશથી તેમને આપવા પાછા લાવ્યા; પછી તારા ધણીના ઘરમાંથી સોનાચાંદીની ચીજો ચોરીએ એવું બને ખરું? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 જુઓ, જે નાણું અમને અમારી ગૂણોનાં મુખમાંથી મળી આવ્યું, તે કનાન દેશથી અમે તમારી પાસે પાછું લાવ્યા; તો તમારા ધણીના ઘરમાંથી રૂપું કે સોનું અમે શું કરવા ચોરીએ? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 તમે જાણો છો કે અમારી ગૂણોના મોંમાંથી મળી આવેલું નાણું અમે કનાન દેશથી તમારી પાસે પાછું લાવ્યા હતા. તો પછી તમારા માલિકના ઘરમાંથી અમે રૂપું કે સોનું શા માટે ચોરીએ? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 અગાઉ અમારી ગૂણોમાંથી અમને પાછાં મળેલા નાણાં જયારે અમે કનાનથી પાછા આવ્યા ત્યારે અમે તે પરત લાવ્યા હતા. તો પછી અમે તારા માલિકના ઘરમાંથી સોના અથવા ચાંદીની ચોરી શા માટે કરીએ? Viz kapitola |