ઉત્પત્તિ 44:16 - પવિત્ર બાઈબલ16 યહૂદાએ કહ્યું, “હે ધણી! અમે તમને શું કહીએ? અમાંરી નિર્દોષતા સાબિત કરવા શું બોલીએ? અમે અમાંરી જાતને કેવી રીતે નિર્દોષ પૂરવાર કરીએ? દેવે તમાંરા સેવકનો ગુનો ઉઘાડો પાડયો છે; જુઓ, જેની પાસેથી ચાંદીનું પ્યાલું મળ્યું છે તે અને અમે સૌ તમાંરા ગુલામ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને યહૂદા બોલ્યો, “મારા ધણીને અમે શું કહીએ? શું બોલીએ? અમે નિરપરાધી કેમ કરીને ઠરીએ? તમારા દાસોનાં ભંડાં કામ ઈશ્વરે શોધી કાઢયાં છે. જુઓ, અમે તથા જેની પાસેથી પ્યાલું મળ્યું તે પણ મારા ધણીના દાસ છીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 યહૂદાએ કહ્યું, “સાહેબ, શું કહીએ? અમે કેવી રીતે દલીલ કરીએ? કેવી રીતે અમે પોતાને નિર્દોષ જાહેર કરી શકીએ? સાહેબ, ઈશ્વરે અમારું પાપ ઉઘાડું પાડયું છે. સાહેબ, હવે માત્ર જેની પાસેથી પ્યાલો મળ્યો છે તે જ નહિ, પણ અમે બધા જ તમારા ગુલામ છીએ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહૂદા બોલ્યો, “અમે અમારા માલિકને શું કહીએ? શું મોં બતાવીએ? અમે અમારી જાતને કેવી રીતે ન્યાયી ઠરાવીએ? ઈશ્વરે અમારો અન્યાય ધ્યાનમાં લીધો છે. હવે અમે તથા જેની ગૂણમાંથી પ્યાલો મળ્યો તે તમારા ગુલામો છીએ.” Viz kapitola |