ઉત્પત્તિ 43:23 - પવિત્ર બાઈબલ23 કારભારીએ કહ્યું, “શાંતિ રાખો, ગભરાશો નહિ, તમાંરા તથા તમાંરા પિતાના દેવે તમાંરી ગૂણોમાં એ નાણું મૂકયું હતું. મને તો અનાજનાં નાણાં મળી ગયાં હતા.” પછી તેઓ શિમયોનને બહાર કાઢીને તેમની આગળ લઈ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે કહ્યું, “તમે કુશળ રહો, તમે બીહો મા; તમારા તથા તમારા પિતાના ઈશ્વરે તમારી ગુણોમાં તમને સંપત આપી છે. તમારાં નાણાં મને પહોંચ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 કારભારીએ કહ્યું, “ચિંતા કરશો નહિ કે ગભરાશો નહિ. તમારા અને તમારા પિતાના ઈશ્વરે એ નાણાં તમારે માટે તમારી ગૂણોમાં મૂકાવ્યાં હશે. તમારા પહેલીવારના પૈસા મને મળી ચૂક્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કારભારીએ કહ્યું, “તમને શાંતિ થાઓ, ગભરાશો નહિ. તમારા તથા તમારા પિતાના ઈશ્વરે જ એ નાણું તમારા થેલાઓમાં મૂક્યું હશે. મને તમારા નાણાં મળ્યા હતા.” ત્યાર પછી કારભારી શિમયોનને તેઓની પાસે લાવ્યો. Viz kapitola |