ઉત્પત્તિ 34:7 - પવિત્ર બાઈબલ7 ખેતરમાં યાકૂબના પુત્રોને જે કાંઈ બન્યુ હતું તેના સમાંચાર મળ્યા, જયારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે શખેમે યાકૂબની પુત્રી પર બળાત્કાર કરીને ઈસ્રાએલ વિરુધ્ધ ન કરવા જેવો ભયંકર ગુનો કર્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને યાકૂબના દીકરઓ એ સાંભળીને ખેતરમાંથી આવ્યા. અને તેઓએ શોક કર્યો, ને તેઓને બહુ રોષ ચઢયો, કેમ કે તેણે યાકૂબની દીકરી સાથે સૂઈને ઇઝરાયેલમાં મૂર્ખપણું કર્યું હતું; એ કામ કરવું અણઘટતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એવામાં યાકોબના પુત્રો એ વાત સાંભળીને ખેતરેથી ઘેર આવ્યા; તેમને આઘાત લાગ્યો હતો અને ખૂબ ગુસ્સે થઈ ગયા હતા. કારણ, શખેમે યાકોબની પુત્રી પર બળાત્કારનું અઘટિત કામ કરીને ઇઝરાયલના કુટુંબને મોટું કલંક લગાડયું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે યાકૂબના દીકરાઓએ એ સાંભળ્યું ત્યારે તેઓ ગુસ્સે ભરાયા અને ખેતરમાંથી આવ્યા. તેઓ ક્રોધિત થયા, કેમ કે શખેમે યાકૂબની દીકરી સાથે બળાત્કાર કરીને ઇઝરાયલને બદનામ કર્યું હતું આ બનાવ અણઘટતો હતો. Viz kapitola |