ઉત્પત્તિ 29:33 - પવિત્ર બાઈબલ33 લેઆહ ફરીવાર ગર્ભવતી થઈ. અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો. તેણે આ પુત્રનું નામ “શિમયોન” રાખ્યું. લેઆહે કહ્યું, “યહોવાએ સાંભળ્યું કે, મને પ્રેમ મળતો નથી તેથી તેણે મને આ પુત્ર આપ્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તે ફરી ગર્ભવતી થઈ, ને દિકરાને જન્મ આપ્યો. અને બોલી, “હું ના પસંદ પડી છું, એમ યહોવાએ સાંભળ્યું છે, માટે તેમણે આ પણ મને આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તે ફરી ગર્ભવતી થઈ અને તેણે પુત્રને જન્મ આપ્યો; તે બોલી, “હું અણમાનીતી છું એવું પ્રભુએ સાંભળ્યું છે એટલે તેમણે મને બીજો પુત્ર પણ આપ્યો છે.” અને તેણે તેનું નામ શિમયોન (સાંભળ્યું છે) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 પછી તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે કહ્યું, “હું નાપસંદ છું તે ઈશ્વરે સાંભળ્યું છે, માટે તેમણે આ દીકરો પણ મને આપ્યો છે” તેણે તેનું નામ શિમયોન પાડ્યું. Viz kapitola |