ઉત્પત્તિ 24:27 - પવિત્ર બાઈબલ27 નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 અને તેણે કહ્યું, “મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, જેમણે અમારા ધણી પ્રત્યે પોતાની દયાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમને ધન્ય હોજો; યહોવા મારા ધણીના ભાઈઓના ઘર સુધી માર્ગમાં મને દોરી લાવ્યા છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 અને તે બોલ્યો, “મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, જેમણે મારા માલિક પર કૃપા કરી છે તેમને ધન્ય હો. પ્રભુ જ મને મારા પ્રવાસમાં મારા માલિકના ભાઈના ઘરને રસ્તે દોરી લાવ્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 અને કહ્યું, “મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, જેમણે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર પોતાના વિશ્વાસુપણાનો તથા સત્યતાનો ત્યાગ કર્યો નથી, તેમની સ્તુતિ થાઓ. ઈશ્વર મારા માલિકના સગાંઓના ઘરે મને દોરી લાવ્યા છે.” Viz kapitola |