Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:14 - પવિત્ર બાઈબલ

14 હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે એમ થવા દેજો કે જે કન્યાને હું કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું પીઉં;’ અને તે એમ કહે, ‘પી, ને તારાં ઊંટોને પણ હું પાઈશ, ’ તે જ તમારા દાસ ઇસહાલને માટે તમારાથી ઠરાવાયેલી કન્યા હોય. અને તેથી હું જાણીશ કે તમે મારા ધણી પર દયા કરી છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 હવે એવું થવા દો કે જે કન્યાને હું કહું કે, ‘તારી ગાગર નમાવ કે હું પાણી પીઉં’ અને જે કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ તે જ કન્યા તમારા સેવક ઇસ્હાકની પત્ની થવા તમે નક્કી કરેલી હોય. એ ઉપરથી હું જાણીશ કે મારા માલિક પર તમારી કૃપા છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ત્યારે એમ થવા દેજો કે જે યુવતીને હું એમ કહું કે, ‘કૃપા કરીને તારી ગાગર ઉતાર કે હું તેમાંથી પાણી પીઉં,’ ત્યારે તે મને એમ કહે કે, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ,’ તે એ જ યુવતી હોય કે જેને તમે તમારા દાસ ઇસહાકને સારુ પસંદ કરેલી હોય. એનાથી મને ખાતરી થશે કે તમે મારા માલિક સાથે કરેલા કરાર અનુસાર વિશ્વાસુ વચનબદ્ધ રહેલા છો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:14

Následuj nás:

Reklamy


Reklamy