ઉત્પત્તિ 21:16 - પવિત્ર બાઈબલ16 હાગાર ત્યાંથી થોડા અંતરે ગઇ અને નીચે બેઠી. હાગારે વિચાર્યું કે, ત્યાં પાણી નથી તેથી તેણીનો પુત્ર મૃત્યુ પામશે. તેણી તેને મૃત્યુ પામતો જોવા નહોતી ઈચ્છતી. તેણી ત્યાં બેઠી હતી ત્યારે રડવા લાગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને તે એક તીરવા જેટલે અંતરે દૂર જઈને તેની સામે બેઠી; કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું ન જોઉં.” અને તે તેની સામે બેઠી, ને પોક મૂકીને રડી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 અને તીર ફેંકી શકાય તેટલે દૂર જઈને તે પોતાનું મોં ફેરવીને બેઠી અને બોલી, “મારે છોકરાને મરતો જોવો નથી.” પછી તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 પછી તે મીટર જેટલે અંતરે દૂર જઈને બેઠી, કેમ કે તેણે કહ્યું, “છોકરાનું મરણ હું કેવી રીતે જોઈ શકું?” બાળકની સામે બેસીને હાગારે ઊંચા અવાજે રુદન કર્યું. Viz kapitola |