ઉત્પત્તિ 18:7 - પવિત્ર બાઈબલ7 પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ઢોર હતાં ત્યાં ઇબ્રાહિમ દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું; અને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પછી અબ્રાહામ દોડીને ઢોરનાં ટોળાં તરફ ગયો. તેણે તેમાંથી એક કુમળું અને સારું વાછરડું લાવીને નોકરને આપ્યું, એટલે નોકર પણ તે જલદી જલદી બનાવવા લાગ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો. Viz kapitola |