ઉત્પત્તિ 17:23 - પવિત્ર બાઈબલ23 દેવે કહ્યું હતું કે, તું તારા કુટુંબના બધા પુત્રોની તથા પુરુષોની સુન્નત કરાવજે. તેથી ઇબ્રાહિમે ઇશ્માંએલ તથા પોતાના ઘરમાં જન્મેલાં બધા તથા પૈસાથી ખરીદેલા બધા ગુલામોને એક સાથે બોલાવ્યા અને દેવના કહ્યા પ્રમાંણે બધા ગુલામોની સુન્નત કરાવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને ઇબ્રાહિમે પોતાના દિકરા ઇશ્માએલને તથા પોતના ઘરમાં જે સર્વ જન્મેલાં, તથા પોતાને પૈસે જે સર્વ વેચાતાં લીધેલાં, એવાં ઇબ્રાહિમના ઘરનાં માણસોમાંના હરેક નરને લઈને, જેમ ઈશ્વરે તેને કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્નત કરાવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી ઇબ્રાહિમે પોતાના દીકરા ઇશ્માએલને, પોતાના ઘરમાં જે સર્વ જન્મેલાં તેઓને તથા પોતાને પૈસે જે સર્વ વેચાતા લીધેલા, એવા ઇબ્રાહિમના કુટુંબોમાંના દરેક પુરુષને લઈને, જેમ તેને ઈશ્વરે કહ્યું હતું તેમ, તે જ દિવસે તેઓની સુન્નત કરી. Viz kapitola |