ગલાતીઓ 2:14 - પવિત્ર બાઈબલ14 મેં જોયું કે આ યહૂદિઓ શું કરતાં હતા. તેઓ સુવાર્તાના સત્યને અનુસરતા નહોતા. તેથી બીજા બધા યહૂદિઓ હું જે બોલું છું તે સાંભળી શકે તે રીતે મેં પિતર જોડે વાત કરી. મેં આ કહ્યું, “પિતર, તું યહૂદિ છે. પરંતુ યહૂદિ જેવું જીવન જીવતો નથી. તું બિનયહૂદિ જેવું જીવન જીવે છે. તો હવે તું શા માટે બિનયહુદિઓને યહૂદીઓ જેવું જીવન જીવવા માટે દબાણ કરે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકપણે ચાલતા નથી, એ જ્યારે મેં જોયું, ત્યારે મેં સહુના સાંભળતાં કેફાને કહ્યું, “જો તું યહૂદી છતાં યહૂદીઓની રીતે નહિ, પણ વિદેશીઓની રીતે ચાલે છે, તો વિદેશીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવાની તું કેમ ફરજ પાડે છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 જ્યારે મેં જોયું કે તેઓ શુભસંદેશના સત્ય પ્રમાણેના માર્ગે ચાલતા નથી, ત્યારે સૌના સાંભળતાં મેં પિતરને કહ્યું, “તું યહૂદી હોવા છતાં યહૂદીઓની જેમ નહિ, પણ બિનયહૂદીઓની માફક જીવે છે; તો પછી તું બિનયહૂદી ખ્રિસ્તીઓને યહૂદીઓની માફક જીવવાની ફરજ કેમ પાડે છે?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ જયારે મેં જોયું કે તેઓ સુવાર્તાની સત્યતા પ્રમાણે પ્રામાણિકતાથી ચાલતા નથી, ત્યારે મેં બધાની આગળ કેફાને કહ્યું કે, જો તું યહૂદી હોવા છતાં યહૂદીઓની રીતે નહિ, પણ બિનયહૂદીઓની રીતે વર્તે છે, તો બિનયહૂદીઓને યહૂદીઓની રીત પ્રમાણે વર્તવા તું કેમ ફરજ પાડે છે? Viz kapitola |