હઝકિયેલ 48:21 - પવિત્ર બાઈબલ21 “આ મોટા વિસ્તારમાંથી પવિત્ર ભૂમિનો પ્રદેશ અને નગર માટેનો પ્રદેશ છોડીને જે ભૂમિ બાકી રહે તે સરદારનો વિસ્તાર ગણાશે. પૂર્વમાં પવિત્ર ભૂમિની 25,000 હાથ લાંબી સરહદથી પૂર્વ દિશાએ આવેલી સરહદ સુધીનો પ્રદેશ અને એ જ પ્રમાણે પશ્ચિમે 25,000 હાથ લંબાઇની સરહદથી પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ આ બંને પ્રદેશો લંબાઇમાં કુળોના પ્રદેશ પ્રમાણે છે અને સરદારની માલિકીના ગણાશે. આ બંને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 બાકીનું સરદારને માટે રહે, એટલે પવિત્ર અર્પણની તથા નગરના તાબાની ભૂમિની આ બાજુએ તથા પેલી બાજુએ, પચીસ હજારના અર્પણને મોખરે પૂર્વ સરહદ તરફ, ને પશ્ચિમ ભણી પચીસ હજારનાને મોખરે પશ્ચિમ સરહદ તરફ, ઉપલા હિસ્સાઓને અડીને [જે વાંટો તે] સરદારને માટે રહે; અને પવિત્ર અર્પણ તથા મંદિરનું પવિત્રસ્થાન તેની મધ્યે હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 બાકીનો ભાગ રાજર્ક્તાને ફાળે જાય; એટલે કે સમર્પિત ભૂમિક્ષેત્ર અને નગરના તાબાના ભૂમિવિસ્તારની સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પૂર્વ તરફ પૂર્વની હદ સુધી અને પશ્ર્વિમે પણ સાડાબાર કિલોમીટરની જમીનથી શરૂ કરીને પશ્ર્વિમ સરહદ સુધીનો એનો ભાગ રહેશે. એ બે બાજુના ભાગ કુળોને અપાયેલા ભાગની સમાન્તર રહેશે અને પવિત્રસ્થાન સહિત સમર્પિત ભૂમિક્ષેત્ર એમની વચમાં રહેશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પવિત્ર અર્પણની બીજી બાજુની બાકીની ભૂમિ તથા નગરનો ભાગ તે સરદારનો ગણાશે. સરદારની ભૂમિનો વિસ્તાર પૂર્વબાજુ પૂર્વ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ અને એ જ પ્રમાણે પશ્ચિમ બાજુ પશ્ચિમ સરહદ સુધીનો પ્રદેશ પચીસ હજાર હાથ વધારવો. આ બન્ને પ્રદેશોની મધ્યમાં પવિત્ર મંદિર અને પવિત્ર ભૂમિ આવશે. Viz kapitola |