હઝકિયેલ 48:11 - પવિત્ર બાઈબલ11 “આ પવિત્રભૂમિ સાદોકના વંશના યાજકો માટે રહેશે. ઇસ્રાએલીઓ આડે માર્ગે ગયા હતા ત્યારે બીજા લેવીઓની જેમ તેઓ આડે માર્ગે ગયા નહોતા પણ તેમણે વફાદારીપૂર્વક મારી સેવા બજાવી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 એ તો સાદોકના પુત્રોમાંના પવિત્ર થયેલા યાજકો કે જેઓ મારી દીક્ષા પાળતા આવ્યા છે, ને જેઓ ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને માટે થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 આ પવિત્ર ભૂમિવિસ્તાર સાદોકના વંશના પવિત્ર યજ્ઞકારો માટે હશે. ઇઝરાયલીઓ ભટકી ગયા હતા ત્યારે તેમની સાથે લેવીઓ પણ આડે માર્ગે ગયા હતા. પણ સાદોકવંશના યજ્ઞકારોએ વિશ્વાસુપણે મારી સેવા બજાવી હતી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 આ સાદોકના વંશના પવિત્ર થયેલા યાજકો જેઓ મારી સેવા કરતા હતા, જ્યારે ઇઝરાયલી લોકો ભટકી ગયા ત્યારે જેમ લેવીઓ ભટકી ગયા તેમ ભટકી ન ગયા, તેઓને સારુ થાય. Viz kapitola |