નિર્ગમન 8:21 - પવિત્ર બાઈબલ21 જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 કેમ કે જો તું મારા લોકને જવા નહિ દે તો જો, હું તારા ઉપર તથા તારા સેવકો ઉપર તથા તારી પ્રજા ઉપર તથા તારાં ઘરોમાં માખીઓ મોકલીશ; અને મિસરીઓનાં ઘર તથા જે જમીન પર તેઓ ચાલે છે તે પણ માખીઓનાં ટોળાંથી ભરાઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 જો તું તેમને નહિ જવા દે તો હું તારા ઉપર, તારા અમલદારો ઉપર, તારી પ્રજા ઉપર અને તમારાં ઘરોમાં માખીઓનાં ટોળેટોળાં મોકલીશ. ઇજિપ્તીઓનાં ઘરોમાં અને તેઓ જ્યાં હરતાફરતા હોય ત્યાં બધી ભૂમિ પર માખીઓનાં ટોળાં ભરાઈ જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 જો તું મારા લોકોને નહિ જવા દે તો હું તારા પર, તારા અમલદારો પર તથા તારી પ્રજા પર તથા ઘરોમાં માખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માખીઓથી ભરાઈ જશે; ઠેરઠેર માખીઓ જ હશે.’” Viz kapitola |