નિર્ગમન 39:1 - પવિત્ર બાઈબલ1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્ત્ર બનાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યજ્ઞકારોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો તેમણે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી બનાવ્યાં. પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે તેમણે આરોન યજ્ઞકાર માટે પણ પવિત્ર વસ્ત્રો બનાવ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઝીણાં વસ્ત્રો બનાવ્યાં. યહોવાહે મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માટે પવિત્ર વસ્ત્રો બનાવ્યાં. Viz kapitola |