નિર્ગમન 38:18 - પવિત્ર બાઈબલ18 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભૂરા, કિરમજી, તથા લાલ રંગના ઊનનો અને ઝીણા કાંતેલા શણનો હતો, તેના પર ભરતકામ કરેલું હતું. અને તે 20 હાથ લાંબો અને આંગણાને ફરતા પડદાની જેમ 5 હાથ ઊંચો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને આંગણાના દરવાજાનો પડદો ભરત ભરનારે બનાવેલો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. અને તેની લંબાઈ વીસ હાથ, ને પહોળાઈમાં તેની ઊંચાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 આંગણાના પ્રવેશદ્વાર માટેનો પડદો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાનો બનાવેલો હતો અને તેના પર કુશળ કારીગરીનું ભરતકામ કરેલું હતું. આંગણાના પડદાની જેમ આ પડદો પણ 9 મીટર લાંબો અને 2 મીટર ઊંચો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 આંગણાના પ્રવેશદ્વારનો પડદો ભરત ભરનારે બનાવેલો, ભૂરા, જાંબુડા, કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો હતો. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ પાંચ હાથ, એટલે આંગણાના પડદાઓના માપનો હતો. Viz kapitola |