નિર્ગમન 35:23 - પવિત્ર બાઈબલ23 બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને પ્રત્યેક માણસ જેની પાસે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાંના વાળ તથા મેઢાંનાં રાતાં રંગેલાં ચામડાં તથા સીલ [માછલાં] નાં ચામડાં મળી આવ્યાં તે તે લાવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 જેમની પાસે ઝીણા કાંતેલા અળસી રેસા, વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસા, બકરાના વાળનું બનાવેલ કાપડ, ઘેટાંના લાલ રંગેલાં ચામડાં અથવા ઉત્તમ પ્રકારનું મુલાયમ ચામડું હતું તે તેઓ લાવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પ્રત્યેક માણસ જેની પાસે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનાં ઊન, ઝીણું શણ, બકરાંના વાળ, ઘેટાંના રાતા રંગેલા ચામડાં તથા શીલ માછલાંનાં ચામડાં મળી આવ્યાં તે પણ તે લઈ આવ્યો. Viz kapitola |