નિર્ગમન 21:4 - પવિત્ર બાઈબલ4 જો કદાચ તે અવિવાહિત હશે તો ધણી તેને પત્ની આપી શકશે. અને જો તે પત્ની, પુત્ર કે પુત્રીઓને જન્મ આપશે, તો તે સ્ત્રી તથા તેનાં બાળકો તેના ધણીનાં ગણાશે. અને તે એકલો છૂટો થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને જો તેના શેઠે તેને પત્ની કરાવી આપી હોય, ને જો તેને પેટે તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય; તો તે સ્ત્રી તથા તેનાં છોકરાં તેના શેઠનાં થાય, ને પેલો એકલો છૂટે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 જો તેના માલિકે તેને પત્ની કરાવી આપી હોય અને એ પત્નીથી તેને પુત્રો કે પુત્રીઓ થયાં હોય તો તે સ્ત્રી તથા તેના બાળકો માલિકનાં છે, તેથી તે દાસ એકલો જ છૂટો થાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જો કદાચ અગાઉ તેનાં લગ્ન થયેલાં ના હોય અને ગુલામી અવસ્થા દરમિયાન જો તેનો માલિક તેનાં લગ્ન કરાવી આપે અને તેની સાથે પત્ની, પુત્ર અને પુત્રીઓનો વધારો થાય તો પણ તે એકલો જ છૂટો થાય. પરંતુ સ્ત્રી તથા બાળકો તો માલિકનાં થાય.” Viz kapitola |