નિર્ગમન 20:17 - પવિત્ર બાઈબલ17 “તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 તું તારા પડોશીના ઘર પર લોભ ન રાખ, તારા પડોશીની પત્ની, કે તેનો દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તારા પડોશીનું જે કંઇ હોય તે પર તું લોભ ન રાખ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 “તમે બીજા માણસના ઘરનો લોભ ન રાખો. તમે તેની પત્નીનો, તેનાં દાસદાસીઓનો, તેનાં ઢોરઢાંકનો, તેનાં ગધેડાંનો અથવા તેની માલિકીની કોઈપણ વસ્તુનો લોભ ન રાખો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તમારા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમારા પડોશીની પત્ની કે તેના દાસ કે તેની દાસી કે તેનો બળદ કે તેનું ગધેડું કે તમારા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા-લોભ, લાલચ, ઉત્કટ ઇચ્છા રાખવી નહિ.” Viz kapitola |