નિર્ગમન 14:13 - પવિત્ર બાઈબલ13 પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને મૂસાએ લોકોને કહ્યું, “બીશો નહિ, ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ; કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી જોશો નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 મોશેએ જવાબ આપ્યો, “ગભરાશો નહિ. મક્કમ રહો, અને તમારો બચાવ કરવા પ્રભુ આજે શું કરશે તે તમે જોશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પરંતુ મૂસાએ લોકોને આશ્વાસન આપ્યું, “ગભરાશો નહિ. જ્યાં છો ત્યાં જ મક્કમતાપૂર્વક ઊભા રહો અને જુઓ કે આજે યહોવાહ તમારો કેવી અજાયબ રીતે બચાવ કરે છે! જે મિસરવાસીઓને તમે અત્યારે જુઓ છો તેઓ હવે પછી ક્યારેય તમને દેખાશે નહિ. Viz kapitola |