નિર્ગમન 12:34 - પવિત્ર બાઈબલ34 ઇસ્રાએલના લોકો પાસે રોટલીના લોટમાં ખમીર નાખવા જેટલો પણ સમય ન હતો, તેથી તે લોકોએ આથો ચડયા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધીને ખભે લઈ લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)34 અને લોકોએ ખમીર દીધા વગર લોટના લોંદા લઈ લીધા, ને પોતાની કથરોટો પોતાની ચાદરોમાં બાંધીને પોતાની ખાંધે લઈ લીધી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.34 ઇઝરાયલી લોકોએ ખમીરરહિત લોટના પિંડ કથરોટમાં ભરીને તેમના ઉપરણામાં વીંટાળી લીધા અને ખભે ઊંચકીને ચાલી નીકળ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201934 ઇઝરાયલીઓ પાસે રોટલીના લોટમાં ખમીર નાખવાનો સમય રહ્યો નહિ તેથી તેઓએ ખમીર મેળવ્યા વિનાનો લોટ જે કથરોટોમાં હતો તેને ચાદરમાં બાંધીને ખભા પર મૂકી દીધી. Viz kapitola |