નિર્ગમન 11:1 - પવિત્ર બાઈબલ1 ત્યારે યહોવાએ મૂસાને કહ્યું, “હજી ફારુન અને મિસરની વિરુદ્ધ હું એક વધારે આફત લાવીશ. ત્યાર પછી તે તમને લોકોને અહીંથી જવા દેશે; નિશ્ચે તે તમને બધાંને અહીંથી જવા માંટે અરજ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન ઉપર તથા મિસર ઉપર હું બીજી એક વિપત્તી લાવીશ; ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે. જ્યારે તે તમને જવા દેશે, ત્યારે નિશ્ચે તે તમને સમૂળગા અહીંથી હાંકી કાઢશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 પ્રભુએ મોશેને કહ્યું, “ફેરો તથા ઇજિપ્ત ઉપર હું બીજી એક આફત લાવીશ અને તે પછી તે તમને અહીંથી જવા દેશે. તે તમને જવા દેશે ત્યારે તે તમને બધાંને હાંકી કાઢશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ત્યારે યહોવાહે મૂસાને કહ્યું, “ફારુન અને મિસર પર હું બીજી એક આફત લાવીશ. ત્યાર પછી તે તમને અહીંથી જવા દેશે; તે કોઈને અહીં રહેવા નહિ દે; બધાને મોકલી દેશે. Viz kapitola |