નિર્ગમન 10:26 - પવિત્ર બાઈબલ26 અમે લોકો અમાંરાં ઢોર અમાંરી સાથે અમાંરા દેવ યહોવાની ઉપાસના માંટે લઈ જઈશું. એક પણ ઢોરના પગની ખરી પાછળ રહેવી જોઈએ નહિ. અમાંરા ઢોરોમાંથી અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ ચઢાવવાના છીએ, અને જ્યાં સુધી અમે તે જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમાંરે યહોવાને શું અર્પણ કરવાનું છે? તેથી આ બધી જ વસ્તુઓ તો જરૂર અમે અમાંરી સાથે લઈ જઈશું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અમારાં જાનવર પણ અમારી સાથે આવે. એક ખરી [વાળું પ્રાણી] પણ અહીં રહે નહિ; કેમ કે તેઓમાંથી અમારા ઈશ્વર યહોવાની સેવાને માટે લેવાં પડશે. અને અમે ત્યાં પહોંચીએ ત્યાં સુધી અમે જાણતા નથી કે અમારે શા વડે યહોવાની સેવા કરવી પડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેથી અમારાં ઢોરઢાંક પણ અમારી સાથે આવશે; એક પણ પશુ અહીં રહેવા દેવામાં આવશે નહિ. કારણ, અમારા ઈશ્વર પ્રભુની સેવાભક્તિ માટે અમારે પોતે એ ઢોરઢાંકમાંથી પસંદ કરવાં પડશે. કારણ, અમે સેવાના સ્થળે પહોંચીશું ત્યારે જ અમને ખબર પડશે કે અમારે કેવી જાતના અર્પણથી પ્રભુની સેવાભક્તિ કરવાની છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 અમે લોકો અમારાં જાનવરો અમારી સાથે અમારા ઈશ્વર યહોવાહનું ભજન કરવા માટે લઈ જઈશું. ખરીવાળું એક પણ પશુ અહીં રહેશે નહિ. અમારાં પશુઓમાંથી અમે અમારા ઈશ્વર યહોવાહને યજ્ઞ ચઢાવવાના છીએ અને જ્યાં સુધી અમે નિયત જગ્યાએ પહોંચીએ નહિ ત્યાં સુધી અમને કેવી રીતે ખબર પડે કે અમારે યહોવાહને શું અર્પણ કરવાનું છે?” તેથી બધાં જ જાનવરોને અમે અમારી સાથે લઈ જઈશું.” Viz kapitola |