પુનર્નિયમ 9:1 - પવિત્ર બાઈબલ1 “હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 હે ઇઝરાયલ, સાંભળ:તારા કરતાં મોટી ને બળવાન દેશજાતિઓનું તથા મોટાં તથા આસમાનમાં પહોંચેલા કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા માટે તું આજે યર્દન પાર ઊતરવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “હે ઇઝરાયલી લોકો, સાંભળો! આજે તમે યર્દન નદી પાર ઊતરવાના છો અને તમારા કરતાં સંખ્યામાં વિશાળ અને બળવાન પ્રજાઓના દેશમાં પ્રવેશ કરી તેનો કબજો લેવાના છો. ત્યાંનાં નગરો ગગનચુંબી, કોટવાળાં અને મોટાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 હે ઇઝરાયલ સાંભળ; તારા કરતાં મહાન અને શક્તિશાળી દેશજાતિઓનું મોટાં તથા ગગનચુંબી કોટવાળાં નગરોનું વતન પ્રાપ્ત કરવા સારુ તું આજે યર્દન નદી પાર ઊતરવાનો છે, Viz kapitola |