પુનર્નિયમ 7:1 - પવિત્ર બાઈબલ1 “તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટ્રો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 જે દેશનું વતન પામવા માટે તું જાય છે તેમાં જ્યારે યહોવા તારા ઈશ્વર તને લાવે, ને ઘણી દેશજાતિઓને તારી આગળથી હાંકી કાઢે, એટલે હિત્તીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા કનાનીઓ તથા પરિઝીઓ તથા હિવ્વીઓ તથા યબૂસીઓ, એ તારા કરતાં મોટી તથા બળવાન સાત દેશજાતિઓને [હાંકી કાઢે]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 “જે દેશનો કબજો લેવા તમે જાઓ છો તેમાં તમારા ઈશ્વર પ્રભુ તમને લાવે ત્યારે તે ઘણી પ્રજાઓને ત્યાંથી હાંકી કાઢશે. તમે આગળ વધશો તેમ તેમ તે તમારા કરતાં વિશાળ અને બળવાન એવી સાત પ્રજાઓ, એટલે કે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરીઝઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓને હાંકી કાઢશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 જે દેશનું વતન પામવા માટે તું જાય છે ત્યાં યહોવાહ તારા ઈશ્વર તને લઈ જશે, તારી આગળથી અનેક પ્રજાઓને કાઢી મૂકશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ તથા યબૂસીઓ, જે તારા કરતાં મોટી તથા જોરાવર સાત પ્રજાઓ છે; તેઓને ત્યાંથી નસાડી મૂકશે. Viz kapitola |