પુનર્નિયમ 5:24 - પવિત્ર બાઈબલ24 ‘આપણા દેવ યહોવાએ અમને પોતાના ગૌરવ અને માંહાત્મ્ય દર્શન કરાવ્યાં છે, અને અમે અગ્નિમાંથી તેમનો અવાજ સાંભળ્યો છે; આજે અમે જોયું અને જાણ્યું છે કે દેવ માંણસ સાથે બોલે છતાં માંણસ જીવતો રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તમે કહ્યું, ‘જો, યહોવા આપણા ઈશ્વરે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું માહાત્મ્ય બતાવ્યું છે, ને અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે ઈશ્વર મનુષ્યની સાથે બોલે છે, ને તેમ છતાંય એ [મનુષ્ય] જીવતો રહે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 ‘આપણા ઈશ્વર પ્રભુએ અમને પોતાનાં ગૌરવ અને મહત્તા દર્શાવ્યાં છે અને અમે અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી સાંભળી છે; ઈશ્વર કોઈ માણસની સાથે બોલે તે પછી પણ તે માણસ જીવતો રહે એ અમે આજે જોયું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 તમે કહ્યું કે, જો ઈશ્વર આપણા યહોવાહે આપણને પોતાનું ગૌરવ તથા માહાત્મ્ય બતાવ્યું છે. અને અગ્નિ મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે; આજે આપણે જોયું છે કે ઈશ્વર મનુષ્ય સાથે બોલે છે તેમ છતાં મનુષ્ય જીવતો રહે છે. Viz kapitola |