પુનર્નિયમ 30:20 - પવિત્ર બાઈબલ20 તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખજો; તેમને આધિન રહો, અને તેમને કદી છોડી દેશો નહિ, કારણ કે યહોવા તમાંરું જીવન છે. અને તે તમને તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક, અને યાકૂબને આપેલા વચન પ્રમાંણે આપેલા દેશમાં દીર્ધાયુ પ્રદાન કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 યહોવા તારાં ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું, ને તેમને વળગી રહેવાનું [પસંદ કર] ; કેમ કે તે તારું જીવન તથા તારા આયુષ્યની વૃદ્ધિ છે. એ માટે કે જે દેશ તારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને આપવાને યહોવાએ તેઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં તું વાસો કરે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 તમારા ઈશ્વર પ્રભુ પર પ્રેમ રાખવાનું, તેમની વાણીને આધીન થવાનું અને તેમને નિષ્ઠાપૂર્વક વળગી રહેવાનું પસંદ કરો; કારણ, તેથી તમે જીવન પામશો અને દીર્ઘ આયુષ્ય ભોગવશો, અને જે દેશ તમારા પૂર્વજો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને આપવાના પ્રભુએ તેમની સમક્ષ શપથ લીધા હતા તેમાં તમે લાંબો સમય વાસ કરશો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 યહોવાહ તમારા ઈશ્વર પર પ્રેમ રાખવાનું, તેમની વાણી સાંભળવાનું અને તેમને વળગી રહેવાનું પસંદ કરો, કેમ કે તે તમારા જીવન તથા તમારા આયુષ્યની વૃદ્ધિ કરે છે; તે માટે જે દેશ તમારા પિતૃઓને, એટલે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબને આપવાને યહોવાહે સમ ખાધા તેમાં તમે રહો.” Viz kapitola |