પુનર્નિયમ 26:13 - પવિત્ર બાઈબલ13 પછી તમાંરે તમાંરા દેવ યહોવા સમક્ષ કહેવું કે, ‘મેં માંરા ઘરેથી બધી વસ્તુઓનો દશાંશ ભાગ કાઢી લીધો છે અને તે લેવીઓને, વિદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમાંરી આજ્ઞા મુજબ આપી દીધો છે. તમાંરી એકપણ આજ્ઞાનો મેં ભંગ કર્યો નથી તેમજ હું ભૂલ્યો પણ નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તારે યહોવા તારા ઈશ્વરની આગળ કહેવું, મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં મારા ઘરમાંથી અર્પિત કરેલી વસ્તુઓ કાઢી છે, ને વળી તમારી આજ્ઞાઓ જે તમે મને ફરમાવી છે તે સર્વ પ્રમાણે લેવીને તથા પરદેશીને, અનાથને તથા વિધવાને મેં તે આપી છે. મેં તમારી એક પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, તેમ જ હું તમને ભૂલી પણ ગયો નથી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 એ પ્રમાણે કર્યા પછી તમારે તમારા ઈશ્વર પ્રભુની સમક્ષ આ પ્રમાણે એકરાર કરવો: ‘મારા ઘરમાં પવિત્ર દશાંશનો કોઈ હિસ્સો બાકી રહ્યો નથી. તમારી આજ્ઞા પ્રમાણે મેં તે લેવીઓને, પરદેશીઓને, અનાથોને અને વિધવાઓને આપ્યો છે, અને દશાંશ વિષેની તમારી એકપણ આજ્ઞા મેં ઉથાપી નથી કે વીસરી ગયો નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ કહેવું કે, ‘અમે અમારા ઘરમાંથી બધી અર્પિત વસ્તુઓ કાઢી છે અને અમે તે વસ્તુઓ લેવીઓને, પરદેશીઓને, વિધવાઓને અને અનાથોને તમારી આજ્ઞા મુજબ આપી છે. અમે તમારી એકપણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી તેમ જ અમે ભૂલી પણ ગયા નથી. Viz kapitola |