પુનર્નિયમ 13:5 - પવિત્ર બાઈબલ5 જે પ્રબોધક અથવા સ્વપ્નદૃષ્ટા તમને લોકોને તમાંરા દેવ યહોવાથી દૂર લઈ જવા પ્રયત્ન કરે તેને મૃત્યુ તરફ ધકેલો, તેના પર સહાનુભૂતિ અનુભવવી નહિ. કારણ કે, તે જેણે તમને ગુલામીમાંથી મુકત કર્યા અને મિસરમાંથી આઝાદ કર્યા. તમાંરા દેવ યહોવાની સામે બળવો કરવાનું કહે છે. એ તમને તમાંરા દેવ યહોવાએ જે માંગેર્ જવાનું જણાવ્યું છે તે માંગેર્થી ચલિત કરવાનો પ્રયત્ન કરે છે. તમાંરી વચ્ચેથી તમાંરે એ અનિષ્ટ દૂર કરવું જ જોઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખવો; કેમ કે યહોવા તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી કાઢી લાવ્યા, ને જેમણે બંદીખાનામાથી તને છોડાવ્યો, તેમની વિરુદ્ધ બંડખોર વાત તે બોલ્યો છે, એ માટે કે જે માર્ગમાં ચાલવાની યહોવા તારા ઈશ્વરે તને આ કરી છે તેમાંથી તે તને ભમાવી દે. એવી રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર. Viz kapitola |