પુનર્નિયમ 1:22 - પવિત્ર બાઈબલ22 “પરંતુ તમે બધાએ માંરી પાસે આવીને મને જણાવ્યું કે, ‘આપણે પહેલાં દેશની તપાસ કરવા જાસૂસો મોકલીએ, તેઓ આવીને આપણને કહેશે કે આપણે ક્યા માંગેર્ જવું અને ત્યાંનાં નગરો કેવાં છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને તમારામાંના પ્રત્યેકે મારી પાસે આવીને કહ્યું કે, આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે માટે દેશની બાતમી કાઢે, અને આપણે ક્યે રસ્તે આગળ જવું અને ક્યાં ક્યાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 “પણ તમે સૌએ મારી પાસે આવીને કહ્યું, ‘આપણે પ્રથમ માણસો મોકલીએ કે તેઓ જઈને આપણે માટે તે દેશની તપાસ કરે અને આપણે કયે માર્ગે આગળ જવું અને માર્ગમાં કયાં કયાં નગરો આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને માહિતી આપે.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 અને તમે સર્વએ મારી પાસે આવીને કહ્યું કે, “આપણે માણસો મોકલીએ, એ માટે કે તેઓ આપણે વાસ્તે દેશની બાતમી કાઢે અને આપણે કયે રસ્તે આગળ જવું અને કયાં નગરો આપણા રસ્તામાં આવશે તે વિષે તેઓ પાછા આવીને આપણને ખબર આપે.” Viz kapitola |