પુનર્નિયમ 1:17 - પવિત્ર બાઈબલ17 ન્યાય કરતી વખતે તમાંરા ઉપર કોઇનો પ્રભાવ ન પડવા દેવો. નાનામોટા સૌની સાથે સમાંન વ્યવહાર કરવો. જે ચુકાદો તમે આપો છો તે દેવનો ચુકાદો છે, તેથી કોઇનાથી ડરવું નહિ. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમાંરે માંરી પાસે લાવવો, હું તેનો નિકાલ કરીશ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 ન્યાય કરતાં તમારે આંખની શરમ રાખવી નહિ. નાના તથા મોટાનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ; કેમ કે ન્યાય કરવો એ તો ઈશ્વરનું [કામ] છે. અને જે મુકદ્દમો તમને અઘરો પડે તે તમારે મારી પાસે લાવવો, એટલે તે હું સાંભળીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તમારા ચુકાદામાં પક્ષપાત દાખવશો નહિ; નાનામોટા સૌનું એક સરખી રીતે સાંભળો. કોઈની બીક રાખશો નહિ; કારણ, ચુકાદો ઈશ્વર તરફથી છે. જે કેસ તમને અઘરો લાગે તે મારી પાસે લાવવો અને હું તે સાંભળીશ.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 ન્યાય કરતી વખતે તમારે આંખની શરમ રાખવી નહિ; નાના તથા મોટા સૌનું સરખી રીતે સાંભળવું. માણસનું મોં જોઈને તમારે બીવું નહિ, કેમ કે ન્યાય કરવો એ ઈશ્વરનું કામ છે. જો કોઈ મુકદમો તમને અઘરો લાગે તો તે તમારે મારી પાસે લાવવો એટલે તે હું સંભાળીશ. Viz kapitola |