દાનિયેલ 7:27 - પવિત્ર બાઈબલ27 આકાશ નીચેના બધાં રાજ્યોનો રાજ્યાધિકાર, શાસનની સત્તા, અને વૈભવ, પરાત્પરના પવિત્રોની પ્રજાને સોંપવામાં આવશે અને તેમનો રાજ્યાધિકાર કાયમી રાજ્યાધિકાર હશે અને બધાં જ રાજ્યો તેમનું આધિપત્ય સ્વીકારશે અને તેમની આજ્ઞામાં રહેશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 રાજ્ય તથા સત્તા, ને આખા આકાશ નીચેનાં રાજ્યોનું મહત્વ પરાત્પરના પવિત્રોની પ્રજાને આપવામાં આવશે. તેનું રાજ્ય સદા ટકનારું રાજ્ય છે, ને સર્વ રાજ્યો તેની તાબેદારી કરશે તથા તેની આજ્ઞાને આધીન રહેશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પૃથ્વીનાં બધાં રાજ્યોની સત્તા અને મહત્તા સર્વોચ્ચ ઈશ્વરના લોકોને આપવામાં આવશે. તેમનો રાજ્યાધિકાર કાયમ રહેશે અને પૃથ્વીનાં બધાં રાજ્યો તેમને તાબે રહીને તેમની સેવા કરશે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 રાજ્ય તથા સત્તા, આખા આકાશ નીચેના રાજ્યોનું માહાત્મ્ય, લોકોને સોંપવામાં આવશે જે પરાત્પરના પવિત્રોનું થશે. તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે, બીજા બધાં રાજ્યો તેમને તાબે થશે અને તેમની આજ્ઞામાં રહેશે.’” Viz kapitola |