પ્રે.કૃ. 9:38 - પવિત્ર બાઈબલ38 યાફામાંના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લોદમાં હતો. (લોદ યાફા નજીક છે.) તેથી તેઓએ બે માણસને પિતર પાસે મોકલ્યા. તેઓએ તેને વિનંતી કરી. મહેરબાની કરીને ઝડપથી આવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 હવે લુદા જોપ્પા પાસે હતું, તેથી પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે માણસને તેની પાસે મોકલીને એવી આજીજી કરી, “અમારી પાસે આવવાને તું ઢીલ કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 જોપ્પા લુદાથી બહુ દૂર ન હતું, અને જ્યારે જોપ્પાના શિષ્યોએ સાંભળ્યું કે પિતર લુદામાં છે ત્યારે તેમણે બે માણસોને તેની પાસે સંદેશો લઈ મોકલ્યા: “અમારી પાસે જલદીથી આવો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 હવે લુદા જોપ્પાથી નજીક હતું અને પિતર ત્યાં છે એવું સાંભળીને શિષ્યોએ બે વ્યક્તિઓને તેની પાસે મોકલીને એવી આજીજી કરી કે, અમારી પાસે આવવાને તું વિલંબ કરીશ નહિ. Viz kapitola |