પ્રે.કૃ. 3:25 - પવિત્ર બાઈબલ25 પ્રબોધકોએ જેના વિષે કહ્યું હતું તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પૂર્વજો સાથે જે કરાર કર્યો હતો તે તમને પ્રાપ્ત થયેલ છે. દેવે તમારા પિતા ઈબ્રાહિમને કહ્યું હતું. ‘પૃથ્વી પરના દરેક રાષ્ટ્ર તમારા સંતાનો દ્ધારા આશીર્વાદિત થશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 તમે પ્રબોધકોનાં સંતાન છો, અને ‘તમારી સંતતિદ્વારા પૃથ્વી પરનાં સર્વ કુળો આશીર્વાદિત થશે, ’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેના [સંતાન] તમે છો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.25 ઈશ્વરે પોતાના સંદેશવાહકો દ્વારા આપેલાં વચનો તમારે માટે છે અને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરેલા કરારના તમે ભાગીદાર છો. એટલે તેમણે અબ્રાહામને કહ્યું હતું તેમ, ‘તારા વંશજ દ્વારા હું પૃથ્વી પરના સર્વ લોકોને આશિષ આપીશ.’ Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 તમે પ્રબોધકોના સંતાન છો, અને ‘ઇબ્રાહિમનાં સંતાનો દ્વારા પૃથ્વી પરનાં સર્વ કુટુંબ આશીર્વાદિત થશે,’ એવું ઇબ્રાહિમને કહીને ઈશ્વરે તમારા પૂર્વજો સાથે કરાર કર્યો, તેનાં સંતાન તમે છો. Viz kapitola |