પ્રે.કૃ. 28:27 - પવિત્ર બાઈબલ27 હા, આ લોકોના મન નબળા થઈ ગયા છે. આ લોકોને કાન છે, પણ તેઓ ધ્યાનથી સાંભળતા નથી. અને આ લોકો સત્ય જોવાની ના પાડે છે. આમ બન્યું છે તેથી તેઓ તેઓની પોતાની આંખો વડે પણ જોઈ શક્તા નથી, તેઓના કાનોથી સાંભળે છે, અને તેઓના મનથી સમજે છે. આમ બન્યું છે તેથી તેઓ મારી પાસે તેઓના સાજા થવા માટે પણ આવશે નહિ.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે. તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને કદાચ તેઓને આંખે સૂઝે, અને તેઓ કાને સાંભળે, અને મનથી સમજે, અને ફરે, અને હું તેઓને સાજા કરું.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 કારણ, આ લોકોનાં મન કઠણ થઈ ગયાં છે, તેમણે પોતાના કાન બંધ કરી દીધા છે, અને તેમણે પોતાની આંખો મીચી દીધી છે. નહિ તો, તેઓ આંખોથી જોઈને, કાનથી સાંભળીને, મનથી સમજીને, મારી તરફ ફરત અને હું તેમને સાજા કરત, એમ પ્રભુ કહે છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 કેમ કે એ લોકોનાં મન જડ થઈ ગયાં છે, તેઓના કાન બહેર મારી ગયા છે, તેઓએ પોતાની આંખો બંધ કરેલી છે, કદાપિ તેઓને આંખે દેખાય, તેઓ કાને સાંભળે, મનથી સમજે અને ફરે અને હું તેઓને સાજા કરું. Viz kapitola |