પ્રે.કૃ. 26:5 - પવિત્ર બાઈબલ5 આ યહૂદિઓ મને લાંબા સમયથી જાણે છે. જો તેઓ ઇચ્છે તો, તેઓ તેમને કહી શકશે કે, હું એક સારો ફરોશી હતો. અને ફરોશીઓ અમારા ધર્મના નિયમોનું પાલન, યહૂદિ લોકોના બીજા સમૂહો કરતાં વધારે કાળજીપૂર્વક કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 વળી જો તેઓ સાક્ષી આપવા ચાહે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું પણ ફરોશી હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જો તેઓ કબૂલ કરવા તૈયાર હોય, તો તેમને ખબર છે કે મેં શરૂઆતથી જ મારું જીવન અમારા ધર્મના સૌથી રૂઢિચુસ્ત પંથ એટલે ફરોશીપંથના સભ્ય તરીકે ગાળ્યું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જો તેઓ સાક્ષી આપવા માગે, તો તેઓ મારે વિષે પહેલાંથી જાણે છે કે અમારા ધર્મના સર્વથી ચુસ્ત પંથના નિયમ પ્રમાણે હું ફરોશી હતો. Viz kapitola |