પ્રે.કૃ. 21:5 - પવિત્ર બાઈબલ5 પણ જ્યારે અમે અમારી મુલાકાત પૂરી કરી. અમે વિદાય લીધી અને અમે અમારો પ્રવાસ ચાલુ રાખ્યો. ઈસુના બધા જ શિષ્યો, સ્ત્રીઓ અને બાળકો સાથે અમને વિદાય આપવા અમારી સાથે શહેરની બહાર આવ્યા. અમે બધા સમુદ્રકિનારે ઘૂંટણે પડ્યા અને પ્રાર્થના કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તે દિવસો પૂરા થયા પછી અમે નીકળીને આગળ ચાલ્યા. ત્યારે તેઓ સર્વ, સ્ત્રીછોકરાં સહિત, અમને શહેરની બહાર વળાવવા આવ્યાં. સમુદ્રકાંઠે ઘૂંટણે પડીને પ્રાર્થના કર્યા પછી Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 પણ તેમની સાથેનો અમારો સમય પૂરો થતાં, અમે તેમની પાસેથી અમારે રસ્તે પડયા. તેઓ બધા તેમની સ્ત્રીઓ તેમ જ બાળકો સહિત અમારી સાથે શહેર બહાર આવ્યા. અમે બધાએ સમુદ્રકિનારે ધૂંટણે પડીને પ્રાર્થના કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 તે દિવસો પૂરા થયા પછી એમ થયું કે અમે નીકળીને આગળ ચાલ્યા, ત્યારે તેઓ સર્વ, સ્ત્રી છોકરાં સહિત, શહેરની બહાર સુધી અમને વિદાય આપવાને આવ્યા; અમે સમુદ્રકાંઠે ઘૂંટણે પાડીને પ્રાર્થના કરી, Viz kapitola |